👉🏿આશરો કે ઉત્તેજન આપનાર-પોશિંટો
👉🏿સાવ અસંભવિત વાત-આકાશકુસુમવત્
👉🏿ખૂબ સંકુચિત દષ્ટિવાળું-કૂપમંડૂક
👉🏿જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે-સંશયાત્મા
👉🏿શું કરવું તે સૂઝ્ નહિ તેવી અવસ્થા-કિંકર્તવ્યમૂઢ
👉🏿સરખી ઉંમરનુ-સમવયસ્ક
👉🏿ચોપડીઓમાં જ મસ્ત રહેનાર-વેદિયું
👉🏿પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર-માનાર્હ
👉🏿રાજ્યની ખટપટોમાં રચ્યોપચ્યો રહેનાર-મુત્સદી
👉🏿જેમાં બધા પ્રકારનો મેળ છે તે-સામંજસ્ય
👉🏿ગાડા ભાડે ફેરવનાર-અધવાયો
👉🏿જહાજનો સઢ બાંધવા માટેનો વચ્ચેનો મુખ્ય થાંભલો-કૂવાથંભ
👉🏿ઓજારને ધાર કાઢવા માટે વપરાતો પથ્થર-છીપર
👉🏿જેની પ્રતિષ્ઠતા જામેલી છે તેવું-લબ્ધપ્રતિષ્ઠ
👉🏿જમીન ઉપર થઈને જતો માર્ગ-ખુશકી
👉🏿જળ ઉપર થઈને જતો માર્ગ-તરી
👉🏿રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ-નેપથ્ય
👉🏿નિયમિતપણે પ્રમાણસર ભોજન કરનારો-મિતાહારી
👉🏿અધકચરા જ્ઞાનવાળો-અર્ધદગ્ધ
👉🏿જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય-અન્યમનસ્ક
👉🏿જેની આશા રાખવામાં ન આવે-અપ્રત્યાશિત
👉🏿સ્ત્રીઓ પ્રત્યેની માનવૃતિ-સ્ત્રીદાક્ષિણ્ય
👉🏿પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ-ઝંઝા
👉🏿આંખને છાવરી લેતું પડ-પડળ
👉🏿ચેતન અને જડ-ચરાચર
👉🏿જડમૂળથી ઊખેડી નાખનાર-ઉચ્છેદક
👉🏿પાણી લઈ જવાને બનાવેલી નીક-કાંસ
👉🏿કસબનું ભરતવાળું-જરક્સી
👉🏿ગામને પાદર ભરવાડોનું ઘેટાંબકરાં રાખવાનું ઠેકાણું-ઝોકડું
👉🏿વારંવાર કહેવાયેલી વાત-પુનરુકિત
👉🏿વિષય-વાસના અથવા કુટેવોમાં ફસાયેલો-વિષયાસક્ત
👉🏿વહાણનો મુખ્ય ખલાસી-ટંડેલ
👉🏿કમરથી ઉપરના ભાગનું ચિત્ર-અરુણચિત્ર
👉🏿આધાર વગરની તરંગી વાત-ઉટંગ
👉🏿જાંઘ સુધી જેના લાંબા હાથ હોય-આજાનબાહુ
👉🏿લોટને ચાળવાથી નીકળતો ભૂકો-થૂલું
👉🏿ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વાની-થૂલી
👉🏿અણીના વખતે-તાકડે
👉🏿નદીની કાંકરાવાળી જાડી રેતી-વેકરો
👉🏿મરણ પાછળ રોવું-કૂટવું તે-કાણ
👉🏿વેપારીએ રાખેલ વાણોતર-ગુમાસ્તો
👉🏿મકાનમાં ઘૂસેલા ચોરનો બહાર ઊભેલો સાથી-કનેવાળિયો
👉🏿હથેળીમાં માય તેટલી જ ભિક્ષા લેવાનું વ્રત-કરતલભિક્ષા
👉🏿હાથની આંગળીઓના ચાળાથી વિચાર જાણવા-કરપલ્લવી
👉🏿વાછડું બતાવ્યા વિના દોહવા દે તેવી ગાય-કવલી
👉🏿છોકરાં ચોરી જનાર-કાળવેળિયો
👉🏿જાનૈયાંને બપોર અપાતું ભોજન-કુદાળિયાં
👉🏿લગ્નને આગલે દિવસે અપાતું ભોજન-રઘલાં
👉🏿નમીને ઝૂકીને સલામ કરવી તે-કુરનિસ
👉🏿આકાશનું માથા પરનું બિંદુ-ખમધ્ય
👉🏿તરત વિયાયેલી ગાયભેંસનું દૂધ-ખરેંટુ, ખરેંટું
👉🏿ખેતરમાં જવા-આવવા માટે બે પાંખિયાવાળું લાકડું ઘાલી કરવામાં આવતો રસ્તો-ખોડીબારું
👉🏿આખું કુરાન દેને મોઢે છે તે-હાફિજ
👉🏿ઘેટાંની લડાઈ-હુડુયુદ્ધ
👉🏿જમીનને પ્રથમ વરસાદે ખેડવી તે-હળોતરા
👉🏿કન્યાને સગાં દ્રારા અપાતી ભેટવસ્તુઓ-સૌદાયક
👉🏿વરકન્યા પરણી ઊઠ્યા પછી ગવાતું સૌભાગ્યનું ગીત-સોભ
👉🏿જેમાં દીકરાનો ભોગ આપ્યો હોય તેવો યજ્ઞ-સુતમેધ
👉🏿માથું જમીનને અડકાડીને કરતું નમન-સિજદો
👉🏿ચલમ પીવાના કપડાનો કકડો-સાફી
👉🏿પથ્થર મારી મારીને જીવ લેવાની સજા-સંગમારી
👉🏿જોતરું ભરાવવાની ધૂસંરાની ખીલી-સમોલ
👉🏿ઘી પીરસવાનું નાળચાવાળું માટીનું વાસણ-વાઢી
👉🏿પ્રથમ વખત કન્યાને કે વરને મોં દોઈને અપાતી ભેટ-મોંજોયણું, મોંજોણું
👉🏿ધાન ઊણપવા માટે પછેડીની છાપટનો વાયુ-પડવાહ
👉🏿દોહતી વખતે ગાયને પાછલે પગે બાંધવાનું દોરડું-નાઝણાસાંકળ
👉🏿ફાંસી દેવાની જગ્યા-નકાસ
👉🏿મરેલા માણસ પાછળ વહેંચવામાં આવતા દૂધના લાડુ-દોહિતર
👉🏿ગર્ભવતી સ્ત્રીને થતો અભિલાષ-દોહદ
👉🏿સમીસાંજનું લગ્ન-ગોધૂલિક
👉🏿સૂર્યાસ્ત પછી નહીં જમવાનું વ્રત-ચોવિહાર
👉🏿વરસાદના પાણીથી થતી ખેતી કે પાક-જરાયત
👉🏿આંખે ઝાંખ આવવી તે-ઝાંઝાંમૂંઝું
👉🏿વીરનું પ્રશસ્તિ કાવ્ય-પવાડો
👉🏿દાળ વાટવાનો પથરો-નિસાતરો, નિશાતરો
👉🏿માનવજીવનની જાગ્રત, સ્વપ્ન, અને સુષુપ્તાવસ્થાથી પર ચોથી અવસ્થા-તૂર્યાવસ્થા
👉🏿શબને ઊંચકીને સ્મશાને લઈ જનાર-ડાઘુ
👉🏿જમીનદાર અને જમીન વાવનાર વચ્ચે સાંથનો કરાર-ગણોત
👉🏿ઢોરને બાંધવાની જગ્યા-કોઢાર
👉🏿શરીરે મોટું પણ અકક્લમાં ઓછું-જડસુ
👉🏿ઘેટાં-બકરાનો વાડો-ઝોક
👉🏿જમ્યા પછી વાસણમાં હાથ ધોવા તે-ચળુ
👉🏿ઊછળે નહિ છતાં વેગવાળી ઘોડાની ચાલ-રેવાલ
👉🏿તાજું પીંજેલું રૂ-આવલ
👉🏿ખોદીને પડતર રાખેલું ખેતર-ચારું
👉🏿નવા વર્ષનું પર્વ-ઝારણી, ઝાયણી
👉🏿ઘાસની બનાવેલી પથારી-સાથરો
👉🏿પહેલા આણામાં કન્યાને અપાતો દાયજો-ધામેણું
👉🏿તાકીદની સખત ઉઘરાણી-તકાજો
👉🏿ખાસ માનીતો મુખ્ય શિષ્ય-પટ્ટશિષ્ય
👉🏿એકની એક વાત વારંવાર કહેવી તે-પિષ્ટપેષણ
👉🏿યજ્ઞમાં હોમ કરતાં બાકી રહેલો પ્રસાદી રૂપ પદાર્થ-હુતશેષ
👉🏿અન્યના દોષ શોધવાનું વલણ-છીદ્રાન્વેષીપણું
👉🏿સલામતીની ખાતરી આપવી તે-અભયદાન
👉🏿વહાણનો દોરનાર, વહાણમાં માલનો હિસાબ રાખનાર-માલમ
?
?🏿રુદ્રાક્ષની મોટા મણકાની માળા-બેરખો
👉🏿બેથી વધારે આંટાવાળી વાળાની વીટી-વેઢ
👉🏿જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ-કિનખાબ
👉🏿ઘોડાની પીઠ પર નાખવાનો સામાન-પલાણ
👉🏿વૈરાગી બાવો-અવધૂત
👉🏿લાકડાનાં નાના નાના ટુકડા-કરગઠિયાં
👉🏿અમુક નક્કી વજનનું તોલવાનું સાધન-કાટલું
👉🏿ધંધાદારી રીતે લખવાનું કામ કરનાર માણસ-લહિયો
👉🏿છીછરો ક્યારો-ખામણું
👉🏿નાની કાચી કેરી-મરવો
👉🏿ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડુ-કૂબો
👉🏿રૂપિયાનો સોમો ભાગ-દોકડો
👉🏿વહાણના ઉપલા ભાગમાં આવેલો અગાસી જેવો ભાગ-તૂતક
👉🏿વહાણનો પાણીની સપાટીથી નીચે રહેતો ભોંયરા જેવો ભાગ-ભંડક
👉🏿એક બાજુએથી વાંકું-ઢળતું-કોરવંકુ
👉🏿રેલના પાટા નીચે ગોઠવાતો પાટડો-સલેપાટ
👉🏿જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર-અશરણશર્ણ
👉🏿પૂરા વિચારને અંતે પ્રગટેલું-પુખ્ત, પાકટ
👉🏿ઊંટ પરની નોબત કે મોટું નગારું-નિશાન
👉🏿જ્યોતિષના વ્યવસાયમાં મુહૂર્ત, રાશિ વગેરે જોવા માટે વાપરવામાં આવતી પોથી-ટીપણું, પંચાંગ
👉🏿નાણાં લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય-વીશી
👉🏿ઢોરે ખાધા પછી વધેલું અને પગમાં રોળાયેલું ઘાસ અને પૂળાનું નીરણ-ઓગાઠ
👉🏿ઢોરના ગળે બાંધવા માટેનું દોરડું-ઓડો
👉🏿જેમાં મટકી અથવા વાસણ મૂકીને અધ્ધર લટકાવી શકાય એવું ગૂંથેલી ઝોળી જેવું સાધન-શીકું
👉🏿સૂકા ઘાસની પૂળાની ગંજી-હોગલી, ઓઘલી
👉🏿જક્કી વલણવાળું-તંતીલું, હઠાગ્રહી
👉🏿અડધી જાગ્રત હોય તેવી અવસ્થા-તંદ્રા
👉🏿માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ-ઢોબલું
👉🏿સૂકું ઘાસ સંકોરવા માટે વપરાતું ઓજાર-પંજેડી
👉🏿નગરનો નાશ-પુરભંગ
👉🏿શિવજીનું ધનુષ્ય-ત્ર્યંબક
👉🏿શાહી રાખવાનું પાત્ર-દવાત, ખડિયો
👉🏿બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ-ટોડલો
👉🏿સિંહની ગર્જના-ડણક
👉🏿કાપડ વણવાનું સાધન-સાળ
👉🏿ખેતરમાં પાકને પાણી પાવા માટે કુવામાંથી પાણી કાઢવાનું સાધન-રેંટ
👉🏿પાંદડામાંથી બનાવેલું વાટકા જેવું સાધન-પડિયો
👉🏿નદીકિનારા પાસેની બખોલ-કોતર
👉🏿પાણી આવવા-જવા માટે બાંધેલો સાંકડો માર્ગ-ગરનાળું
👉🏿મરણ પછી બારમાં દિવસે થતી વિધિ-કારજ, બારમું
👉🏿મરણ પાછળ રોવા-કૂટવાનો રિવાજ-કાણમાંકાણ
👉🏿શાબાશી બદલ અપાતો પોશાક-સરપાવ
👉🏿ગામની બહાર ઢોરો ઊભાં રહે છે તે જગ્યા-ગાંદરું
👉🏿પાછળનો ભાગ, છુપાવાની જગ્યા-ઓઠું
👉🏿થોડા સૂકા, થોડા ભીના-આલાલીલા
👉🏿ઉમંગમાં ઠાઠથી ધીમેધીમે ચાલવું-મલપવું
👉🏿ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો-સલૂન
👉🏿જીવનને ઉપયોગી ભાથું-જીવનપાથેય
👉🏿ગામઠી મકાનના છાપરા પરનું આધારભૂત મોટું લાકડું-મોભ
👉🏿કંઈક માંગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી-જાસાચિઠ્ઠી
👉🏿ચાંદીની રણકારવાળો સિક્કો-કલદાર
👉🏿પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર-જાજરમાન
👉🏿છિદ્ર કે બાકામાંથી પડતું સૂર્યનું કિરણ-હેરિયું
👉🏿બૂટની અંદરના ભાગમાં રાખવામાં આવતું છૂટું પડ-સગથળી
👉🏿બૂટમાં મૂકવાનું તેના જ માપ અને આકારનું લાકડાનું સાધન-ઓઠું
👉🏿ચિનાઈ માટીનાં વાસણો બનાવવાનું કારખાનું-પોટરી
👉🏿પાણીમાં આગળ ધપવા શરીરને ધકેલવું-શેલારો
👉🏿કણસલાં કાપવાની ક્રિયા-લણણી
👉🏿કૂણાં પાનની લાલ રેખાઓ-ટશર, ટસર
👉🏿હિંદુ મહિનના બંને પખવાડિયાની પહેલી તિથિ-પડવો
👉🏿બે ભાગમાં વહેંચીને વ્યવસ્થિત કરેલા દાઢીમૂછના વાળ-કાતરા
👉🏿એક નાનું બેધારું હથિયાર-કટારી, કટાર
👉🏿હાથીના લમણાનો ભાગ-કુંભસ્થળ, ગંડસ્થળ
👉🏿ચાર કડીઓવાળું ઘોડાના મોંમા પહેરાવાતું સાધન-ચોકડું, લગામ
👉🏿ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન-સાંબેલું, મુસળ
👉🏿હોળી ખેલનારો માણસ-ઘેરૈયો, ઘેરિયો, હોળૈયો
👉🏿સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક-લઘુકૌમુદી
👉🏿ભિક્ષાવૃતિ, માગણવૃતિ-યાચનાવૃતિ
👉🏿વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ-ગંગાસ્વરૂપ
👉🏿બરુની કલમ-કિત્તો
👉🏿શાહી ચૂસનારો એક કાગળ-બ્લોટિંગ
👉🏿ખાટલાની ચોખટના પાટિયાં-ઈસ
👉🏿કસ્તૂરી ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી-ઘૂંટીને તૈયાર કરેલો લેપ-યક્ષકર્દમ
👉🏿નાગરવેલના પાનનું બીડું-તંબોળ, તાંબૂલ
👉🏿મોંથી વગાડવાનું એક વાજિંત્ર-ચંગ
👉🏿બંને બાજુએ વગાડાય તેવું ઢોલક જેવું એક તાલવાદ્ય-મૃદંગ
👉🏿દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય-લાવલશ્કર
👉🏿તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું-ડહલકો
👉🏿તીર કે તેનું પાનું, એક હથિયાર-ભાલોડું
👉🏿ગાડાના બળદના દોરડાના જેટલું અંતર, લગભગ સોળ હાથનું અંતર-રાશવા
👉🏿પથ્થર અને ઢેફા ફેંકવાનું સાધન-ગોફણ
👉🏿એક જાતની જાડી-પોચી પૂરી-દહીંથરું
👉🏿મોહને લીધે સાનભાન ગુમાવી બેઠેલી વ્યક્તિ-મોહાંધ
👉🏿પાણીમાં વિશિષ્ટ રીતે તરવું-સેલ્લારા
👉🏿તાંબાનું તાસક જેવું પાત્ર-તરભાણું
👉🏿જૂના જમાનાથી ચાલ્યા આવતા રિવાજ-ઘરેડ, ચીલો
👉🏿માણસનું મોં જોઈ શકાય એવો સવારનો સમય-મોંસૂઝણું
Comments
Post a Comment