➡️બે કે તેનાથી વધારે શબ્દો (જે શબ્દ પર અર્થનો આધાર હોય) જોડાઈને જયારે એક આખો શબ્દ બનાવે ત્યારે તેને સમાસ કહેવાય છે.
➡️સમાસ બે પદથી બને છે.
1. પૂર્વપદ 2. ઉત્તરપદ
-પૂર્વપદ :- પ્રથમ પદને પૂર્વપદ કહેવાય છે.
-ઉત્તરપદ :- બીજા પદને ઉત્તરપદ કહેવાય છે.
❇️પદ ના આધારે સમાસના ત્રણ પ્રકાર છે.
સર્વપદ પ્રધાન સમાસ
એકપદ પ્રધાન સમાસ
અન્યપદ પ્રધાન સમાસ
❇️-સર્વપદ પ્રધાન સમાસ
➡️જયારે સમાસના બંને પદો વાક્યની સાથે સીધો, સ્વતંત્ર સંબંધ ધરાવતા હોય સાથે સાથે બંને પદ મુખ્ય હોય ત્યારે તેને સર્વપદ પ્રધાન કહેવાય છે.
દા. ત.: માતા-પિતા, ફાગણ-ચૈત્ર, સુખ:દુઃખ
➡️ખાસ નોંધ: સમાસના બંને પદો દ્વારા અલગ અલગ વાક્યો બનવા જોઈએ તો જ તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. જેમ કે,
1. નયનાબેન નીલેશની માતાનું નામ છે.
2. બાબુભાઇ નીલેશના પપ્પાનું નામ છે.
❇️- એકપદ પ્રધાન સમાસ
➡️જયારે સમાસનું એક પદ વાક્ય સાથે સીધો, સ્વતંત્ર સંબંધ ધરાવે અને બીજું પેડ અન્ય પદને આધારે ગૌણ પદ હોય ત્યારે તેને એકપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે.
દા. ત. : મહાપુરુષ
અહીંયા મહા ગૌણ પદ છે, જયારે પુરુષ મુખ્ય પદ છે.
❇️-અન્યપદ પ્રધાન સમાસ
➡️જયારે એકેય પદ વાક્ય સાથે સ્વતંત્ર, સીધો અર્થ ધરાવતું નથી પરંતુ સમસ્ત પદ વાક્યના અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ હોય ત્યારે તેને અન્યપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે.
દા. ત.: મુશળધાર
જો મુશળ અને ધાર બંને પદોને અલગ કરવામાં આવે તો બેમાંથી એક પણ પદ દ્વારા વાક્ય બનાવી શકાય નહિ. પરંતુ બંને પદો એક સાથે જોડીને ઉપયોગ કરીયે તો વાક્ય બની શકે.
જેમ કે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
Comments
Post a Comment